અંજારના મેઘપર બોરીચીમાં અજાણ્યા શખ્સે તિક્ષ્ણ હથિયાર મારી 23 વર્ષીય યુવતીની હત્યા નિપજાવી

copy image

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં અજાણ્યા શખ્સે તિક્ષ્ણ હથિયાર મારી 23 વર્ષીય યુવતીની હત્યા નિપજાવી હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હત્યાનો આ બનાવ પારસ નગર વિસ્તારમાં ગત દિવસે વાપોરના સમયે બન્યો હતો. હોસ્પિટલમાં કામ કરતી પાયલ નામની યુવતી પોતાનાં ઘરે હતી તે દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશીને તિક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલી કરી દીધો હતો. હતભાગીને આ બનાવમાં પેટ તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી પરંતુ કારગત નીવડે તે પહેલાં તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે.