HSCની પરીક્ષા આપી રહેલી દીકરીને લઈ જતા કચ્છીનું ટ્રેનમાંથી ફાંગોળાઈને પડી જવાના કારણે મોત

copy image

copy image

HSCની પરીક્ષા આપી રહેલી દીકરીને લઈ જતા કચ્છીનું ટ્રેનમાંથી પડી જવાના કારણે મોત થયું હોવાનો બનાવ સામે આવી રહ્યો છે ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંબઈમાં હોસ્ટેલમાં રહીને HSCમાં ભણતી પુત્રીને લઈને વલસાડ જઈ રહેલા કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના ૪૪ વર્ષના ભાવેશ મણિલાલ ગાલા નામના વ્યક્તિ સાથે આ બનાવ બન્યો હતો. હતભાગી ટ્રેનમાંથી પડી જતાં મૃત્યુ પામ્યા  હતા. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી પોતાની પત્ની અને પુત્રી સાથે બોરીવલી રેલવે સ્ટેશનેથી વલસાડ જવા માટે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન પકડી હતી. તે સમયે સફર દરમ્યાન ભાવેશભાઈ ટ્રેનમાંથી પડી ગયા હતા. માથામાં ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગીની દીકરી  વૃપા મુંબઈમાં હોસ્ટેલમાં રહીને ભણે છે. વૃષાની અત્યારે HSCની પરીક્ષા ચાલી રહી હતી. ત્યારે બે પેપર વચ્ચે ગેપ હોવાથી આ બંને પતિ-પત્ની વૃષાને લેવા માટે મુંબઈ ગયાં હતાં. ત્યારે ગત બુધવારે બપોરના અરસામાં તેમણે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન પકડી હતી. દહાણુ સ્ટેશન આવતા હતભાગી વોશરૂમ ગયેલ હતા. ત્યારે ચક્કર આવતાં તે વોશરૂમ પાસે ઊભા રહી ગયા હતા. બાદમાં કોઈકે પાણી આપતા પાણી પીધા બાદ તેમને રાહત થઈ હતી. જોકે થોડી જ વાર બાદ ચાલતી ટ્રેનમાંથી દરવાજામાંથી બહાર ફંગોળાઈ જતાં પાટા પર પડયા હતા. આ બનાવમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.