વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં સહભાગી બન્યા

copy image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે ગત રોજ સુરત અને સેલવાસ બાદ આજે તેઓ નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. અહી મોદીજી મહિલાઓને સંબોધતા રોડ શો યોજ્યો હતો. આજે મહિલા દિવસે વડાપ્રધાન મોદી 41 હજાર લખપતિ દીદી સહિત દોઢ લાખ મહિલાઓનું સન્માન કરાયું છે. આ અંગે વધુમાં જાણવા મળી રહ્યું છે કે, આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ કે જેઓ વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત કરાઈ હતી. આ કાર્યક્રમમાં ૧.૫૦ લાખથી વધુ મહિલાઓ સહભાગી થશે. ત્યારે આ કાર્યક્રમમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી માત્રને માત્ર મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ ના હસ્તક છે.