લખપતના લક્ષ્મીરાણીમાં એક ભેંસના પેટમાંથી અઢીથી ત્રણ કિલો જેટલું પ્લાસ્ટિક બહાર કાઢી જીવ બચાવાયો

copy image

copy image

લખપત ખાતે આવેલ લક્ષ્મીરાણી ગામમાં પશુ ચિકિત્સકોની ટીમે એક ભેંસના પેટમાંથી અઢીથી ત્રણ કિલોગ્રામ જેટલું પ્લાસ્ટિક અને અન્ય કચરો બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માલધારી અમરતભાઈની ભેંસને તાવ અને આફરો ચડવાથી ખાવા-પીવાનું બંધ થઈ ગયેલ હતું જેથી તેમને 1962 એનિમલ હેલ્પલાઈન પર સંપર્ક સાધ્યો હતો. ત્યારે તપાસ કરવામાં આવતા ભેંસે ચરતી વખતે ઘાસચારા સાથે પ્લાસ્ટિક પણ ખાઈ લીધું હોવાનું સામે આવતા ડોક્ટર્સની ટીમે સફળ શસ્ત્રક્રિયા કરી. ઓપરેશન દરમિયાન ભેંસના પેટમાંથી અઢીથી ત્રણ કિલોગ્રામ જેટલું પ્લાસ્ટિક અને અન્ય કચરો બહાર કાઢી ભેંસને નવજીવન મળ્યું છે.