વરસાણામાં 66 વર્ષીય વૃદ્ધે કોઈ આગમ્ય કારણોસર એસિડ ગટગટાવી લેતા મોત
copy image

અંજાર ખાતે આવેલ વરસાણામાં 66 વર્ષીય વૃદ્ધે કોઈ આગમ્ય કારણોસર એસિડ ગટગટાવી લીધું હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા.8/3ના રાત્રીના ભાગે આ બનાવ બન્યો હતો. હતભાગી હકુભા વાઘેલા પોતાના ઘરે હતા તે સમયે કોઈ અકળ કારણોસર એસિડ પી લેતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ કાર્યવાહી આદરી છે.