વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટ્યા બાદ છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપી ઈશમને ભરૂચ SOG પોલીસે બિહારના નાલંદાથી દબોચ્યો

copy image

વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલ અને છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપી ઈશમને ભરૂચ SOG પોલીસે બિહારના નાલંદાથી ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી ઈશમ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના ધાડ અને આર્મ્સ એક્ટના કેસમાં દોષિત હતો. તેને વડોદરા મધ્યસ્થ જેલમાં સજા થઈ હતી. ગુજરાત હાઈકોર્ટના આદેશથી તેને 18 સપ્ટેમ્બર 2010ના રોજ 7 દિવસની પેરોલ રજા પર છૂટો થયો હતો ત્યાર બાદથી નાસતો ફરતો હતો. આ શખ્સને ભરૂચ SOG પોલીસે રિક્ષાચાલકનો વેશ ધારણ કરી બિહારના નાલંદાથી ઝડપી પાડ્યો છે.