હિંમતનગરમાં જાણીતા મૉલમાં ગ્રાહકને એક્સપાયરી ડેટવાળું થમ્સ-અપ પધરાવી દેવાનો મામલો સપાટી પર

સૂત્રો જણાવી રહ્યા છે હિંમતનગરમાં એક જાણીતા મૉલમાં ગ્રાહકને એક્સપાયરી ડેટવાળું થમ્પ્સ અપ પધરાવી દેવામાં આવેલ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ હિંમતનગરના એક ગ્રાહકે 9 માર્ચે થમ્સ-અપ ખરીદી હતી. જેની તારીખ પર ધ્યાન જતાં તે પીણું 19 ફેબ્રુઆરીએ એક્સપાયર થઈ ગયું હુવાનું સામે આવ્યું હતું. બાદમાં ગ્રાહકે મૉલ સંચાલક પાસે જઈ શાંતિથી પોતાની રજૂઆત કરી હતી. જોકે મૉલ સંચાલકે ઉદ્ધતાઈ બતાવતા મૉલની બેદરકારીને લઈ લોકોમાં ભારે રોષ નો માહોલ સર્જાયો હતો.