બાલાસર પો.સ્ટે. ના બેલા ગામે થયેલ મર્ડરના ગુના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ બાળ કિશોરોનો કબ્જો મેળવી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી બાલાસર
મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓની શરીર સબંધી ગુનાઓ રોકવા માટે તેમજ બનેલ બનાવોના આરોપીઓને તાત્કાલીક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચનાઓ આધારે બાલાસર પો.સ્ટે.ગુ.૨.નં. ૧૧૯૯૩૦૧૫૨૫૦૦૧૫/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૧૦૩(૧), ૩(૫), ૬૧(૧) તથા જી.પી. એકટ કલમ-૧૩૫ મુજબ તે એવી રીતે કે કામેનો ફરીયાદીનો ભાઈ તથા આ કામેના કાયદાના સંધર્ષમાં આવેલા ત્રણ કિશોર એમ ચારેય જણા મિત્રો હોય અને અવાર નવાર સાથે બેસી મોબાઇલ ફોનમા ફ્રી ફાયર ગેમ રમતા હોય જેથી ગેમની આઇ.ડી. બાબતે આ કામેના ફરીયાદીના ભાઇ તથા આ કામેના કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરો વચ્ચે બોલાચાલી થયેલ હોય અને આ કામેના ફરીયાદીના ભાઈએ આ કામેના ત્રણેય કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરો ફ્રી ફાયર ગેમની આઇ.ડી. આપવાની ના પાડેલ હતી તે બાબતનુ મન દુઃખ રાખી આ કામેના ત્રણેય કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોએ સમાન ઇરાદો પાર પાડવા સારૂ અગાઉથી ગુનાહિત કાવતરૂ રચી જાનથી મારી નાખવાના ઇરાદે આ કામેના ફરીયાદીના ભાઇને ગેમ રમવા માટે બગીચા પાસે બોલાવી કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરે ફરીયાદીના ભાઇને પકડી રાખી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બીજા બે કિશોરએ છરીઓ વડે ગળાના ભાગે તથા જમણી બાજુ પેટના ભાગે તથા બન્ને હાથમા જીવલેણ ઇજાઓ કરી મૃત્યુ નીપજાવી મે.શ્રી ડી.એમ.સાહેબ કચ્છ ભુજનાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોઈ જે ગુના કામે બાલાસર પોલીસ સબ ઈન્સપેક્ટર શ્રી એસ.વી. ચૌધરી તથા બાલાસર પોલીસ સ્ટાફ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને મૃત્યુ નીપજાવનાર કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણેય બાળકોને વાલીના રૂબરુમાં કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ
કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ કિશોર
કામગીરી કરનાર
આ ઉપરોકત કામગીરી પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એસ.વી.ચૌધરી તથા બાલાસર પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.