બરેલીથી ભુજ આવતી ટ્રેનમાં બે ફોન સેરવી લઈ ચોર ઈશમો થયા ફરાર

copy image

copy image

  બરેલીથી ભુજ આવતી ટ્રેનમાં એક યુવાન તથા એક મહિલાના એમ રૂા. 60,000ના બે મોબાઇલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભારતનગરમાં રહી કરિયાણાની દુકાન ચલાવનારા ઉમેશ નંદલાલ ધનવાણી નામનો યુવાન જયપુર ગયેલ હતો જ્યાથી બરેલી-ભુજ આલા હઝરત ટ્રેનમાં સવાર થઇ તે પરત ગાંધીધામ આવી રહ્યો હતો. બાદમાં વહેલી સવારે  ઊંઘ આવતાં રૂા. 52,000નો મોબાઇલ ચાર્જિંગમાં મૂક્યા બાદ તે સૂઈ ગયો હતો. ઉપરાંત બરેલીથી ભુજ આવતાં માધાપરનાં એક યુવતી પણ ચાર્જિંગમાં મૂકી ઊંઘી ગયાં હતાં. જે બંને સવારે ઉઠીને જોતા બનેના ફોન ગાયબ જણાયા હતા. કોઈ અજાણ્યા ચોર ઈશમો  રૂા. 60,000ના બે મોબાઇલ સેરવી લઈ ફરાર થઈએ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.