સુરતના બારડોલીમાં દીપડીને પાંજરામાં પૂરી દેવાતા લોકોને હાસકારો

copy image

બારડોલી ખાતે આવેલ જૂની કિકવાડ ગામમાં દીપડીને પાંજરામાં પૂરી દેવામાં આવતા લોકોને હાસકારો થયો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કિકવાડ ગામમાં નવા ફળિયામાંથી બે બકરા અને ગભાણ ફળિયામાં વાછરડાનો શિકાર થયો હતો. ઉપરાંત અવારનવાર આ વિસ્તારમાં શિકારની ઘટનાઓ બની હતી. છેવટે આ બનાવો અંગે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. બાદમાં નવા ફળિયા અને ગભાણ ફળિયામાં મારણ સાથે બે પાંજરા મુકાયા હતાં.ત્યારે મધ્યરાત્રીના સમયે બાજુમાં મારણ ખાવાની લાલચે પાંચ વર્ષની માદા દીપડી પાંજરામાં પૂરાઈ હતી.