૧૬ માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસ : રસી એટલે અનેક ગંભીર બીમારીઓથી બચવાનું પ્રથમ પગલું

copy image

copy image

        દેશભરમાં દર વર્ષે ૧૬ માર્ચેને રાષ્ટ્રીય રસીકરણ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.સરકાર દ્વ્રારા “દો બુંદ જિંદગી કે” સ્લોગન સાથે શરૂ કરાયેલ અભિયાનનું આ વાકય લોકહોઠે ચડેલું છે. તેનું કારણ આવા રસીકરણના અભિયાન અંતર્ગત પોલિયો,કોરોના,ટીબી,શીતળા જેવી ગંભીર બીમારીઓ સામે લડીને અનેક લોકોને બચાવી શકાયા છે.આપણી આસપાસ હાજર વાયરસ અને બેક્ટેરિયાને કારણે રોગોનું જોખમ હંમેશા રહે છે અને રસી આપણને રોગોથી બચાવવામાં મદદ કરે છે. લોકોને રસીકરણ પ્રત્યે જાગૃત કરવા માટે દર વર્ષે ૧૬ માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવવામાં આવે છે. તેને ‘ઇમ્યુનાઇઝેશન ડે’ પણ કહેવામાં આવે છે.

ઇતિહાસ :

પ્રથમ રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી ૧૬ માર્ચ, ૧૯૫૫માં કરવામાં આવી હતી.જ્યારે ભારત સરકારે સત્તાવાર રીતે દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરી હતી.જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વ્રારા શરૂ કરવામાં આવેલ અભિયાનના ભાગરૂપે ભારતમાં ૧૬ માર્ચ ૧૯૫૫ના રોજ પોલીયોની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.આ અભિયાન અંતર્ગત ૦થી ૫ વર્ષની વય જૂથના તમામ બાળકોને પોલીયો સામે બે ટીપાં પીવડાવામાં આવ્યા હતા. સરકારના આવા અવિરત ચાલતા પ્રયત્નના કારણે જ ગંભીર રોગ સામે સફળતા મળી છે.જેથી વર્ષ ૨૦૧૪માં ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો હતો.

રસી શા માટે મહત્વની?

        આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને ગંભીર રોગો સામે લડવા માટે રસીકરણ પ્રત્યે પ્રજાજનોને જાગૃત કરવાનો છે. તેમજ ડોકટરો, ફ્રન્ટલાઇન હેલ્થ કેર વર્કરોની મહેનતની પ્રશંસા કરવાનો છે. વર્ષ ૨૦૨૦-૨૧માં આપણે કોવિડ રસીકરણ અભિયાનનો અનુભવ કર્યો હતો. કોવિડ પહેલા પણ ભારતમાં પોલીયો, શીતળા, ટીબી જેવી બીમારીઓએ મહામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેનાથી છૂટકારો મેળવવા માટે સમયાંતરે રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.રસી થકી જ આવા રોગો સામે લડવું શક્ય બન્યું. રસી આપણને વાયરસ અને બેક્ટેરિયાથી બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેના કારણે ગંભીર બીમારી થતી અટકાવી શકાય છે.

રાષ્ટ્રીય રસીકરણ દિવસનું મહત્વ:

·         રોગોનું નિવારણ: રસીકરણ વ્યક્તિઓને પોલીયો, ઓરી અને ઈન્ફલ્યુએન્ઝા જેવા જીવલેણ રોગોથી બચાવવામાં મદદ કરે છે.

·         જાહેર આરોગ્ય સુધારણા: રસીકરણના કાર્યક્રમો ચેપી રોગને ફેલાતા અટકાવે છે. જેથી રોગોનો દર ઘટાડીને સ્વસ્થ સમાજમાં બનાવામાં ફાળો આપે છે.

·         વૈશ્વિક જાગૃતિ: આ દિવસ રસી વિકાસ, વિતરણ અને સામૂહિક રસીકરણની જરૂરિયાત વિશેની જાગૃતિને પ્રોત્સાહન આપે છે.

·         સરકારી પહેલ: રસીકરણના મહત્વને ઓળખીને, સરકાર દરેક નાગરિક સુધી એ વાતને પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહે છે. રસીકરણ માટેના વિસ્તૃત પ્રયાસોને કરવાનું કામ ચાલુ રાખે છે. જેવા કે કોરોનાની રસી.

ભારત સરકાર ૧૬ માર્ચને રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે ઉજવે છે. ભારતે સઘન રસીકરણ અભિયાન દ્વારા નિયમિત રસીકરણ વધારવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. પોલીયો મુક્ત ભારત પાછળ પોલીયો રસીને શ્રેય આપી શકાય. ૨૦૧૭ થી ૨૦૨૦ દરમિયાન MR  રસીકરણ અભિયાન દ્વારા ૩૨૪ મિલિયનથી વધુ બાળકોને રસીકરણ કરીને દેશ ઓરી અને રૂબેલા નાબૂદી તરફ આગળ વધી રહ્યો છે.ભારત સરકારના કોવિડ ૧૯ની વેકસિને વૈશ્વિક મહામારી સામે માત આપવામા અગત્યનો ભાગ ભજવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર ભારતે ૨૦૧૭થી ૨૦૨૦ ની વચ્ચે એમઆર રસીકરણ સાથે ૩૨.૪ કરોડ બાળકોને રસી આપી હતી .૩૦ મીલીયન ગર્ભવતિ મહિલા અને ૨૬ મિલિયન બાળકો ને દર વર્ષે રસીઓ આપવામાં આવે છે.રસીઓ એ ઘણા ખતરનાક અને ગંભીર રોગોને રોકવાનું અસરકારક માધ્યમ છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ રસીકરણ દરવર્ષે લગભગ ૨-૩ મિલિયન લોકોના જીવન બચાવવામાં મદદ કરે છે.

રસીકરણથી જીવલેણ બીમારીઓથી રક્ષણ મેળવી શકાય છે

વાયરસ અને બેકટેરીયા સુક્ષ્મ જંતુઓ છે. જે બીમારીઓ ફેલાવે છે. વાયરસથી શરદી, ઉઘરસ, ઉલ્ટી, ઝાડા, સ્વાઇન ફલુ, કોરોના વગેરે જેવી બીમારીઓ થાય છે. જયારે ટાઇફોડ જેવી બીમારી ખરાબ પાણીમાં રહેલા બેકટેરીયાથી થાય છે.પોલીયો મુક્ત ભારત પાછળ પોલીયોની રસીને શ્રેય આપી શકાય.

વાયરસ હવા, પાણી અથવા સંપર્કથી શરીરમાં ફેલાય છે. સંક્રમિત દર્દી અથવા ખરાબ ખોરાક અને પાણીથી ફેલાય છે.આપણા શરીરમાં મુખ્યત્વે બે પ્રકારનાબેકટેરીયાહોય છે. ખરાબ બેકટેરીયાની સાથે સારા બેકટેરીયા પણ હોય છે. મનુષ્યના આંતરડામાં એક કિલો સારા બેકટેરીયા હોય છે જે ખરાબ બેકટેરીયા સામે લડે છે અને બીમારીથી આપણું રક્ષણ કરે છે. રસીકરણથી આપણા શરીરમાં એન્ટીબોડીઝ બને છે. જે બિમારી સામે રક્ષા કવચનું કામ કરે છે.રસીકરણની આડઅસર ખુબ ઓછી હોય છે. રસીકરણ કોઇપણ ઉંમરે લઇ શકાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા પ્રમાણે રાષ્ટ્રીય રસીકરણનું સમયપત્રક પ્રકાશિત કરવામાં આવે છે. જેમાં જન્મથી લઈને મોટી ઉંમરની વ્યકતિઓ સુધીની રસીઓ ક્યારે મુકાવી તેની વિગતવાર માહિતી આપવામાં આવેલી  હોય છે.