હત્યાનો સિલસિલો યથાવત : અમરેલીમાં લાઠી વિસ્તારમાં પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી દીધા

copy image

copy image

સૂત્રોમાંથી માહિતી મળી રહી છે કે, ગુજરાતનાં અમરેલીમાં ધુળેટી તહેવાર પર હત્યાનો બનાવ બન્યો છે. અમરેલીમાં લાઠી વિસ્તારમાં પતિએ પત્નીને છરી મારીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી પત્નીને અન્ય પુરુષ સાથે સબંધ હોવાના કારણે પતિએ હોળી ધુળેટીના પાવન તહેવાર પર તીક્ષ્ણ હથિયાર છરી વડે ગંભીર ઈજાઓ પોંહચાડી હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે આગળની તપાસનો દોર શરૂ કરી દીધો છે.