કોમ્બીંગ સર્ચ દરમ્યાન ગેરકાયદેસર હથીયાર તથા નકલી સોનાના બિસ્કીટ તથા બિલ વગરના મોબાઇલ સાથે આરોપીઓને પકડી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ તથા એસ.ઓ.જી.તથા એલ.સી.બી. ભજ કચ્છ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અ પિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.જે.ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ -ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લામાં શરીર સબંધી/મીલકત સબંધી ગુન્હાઓ અટકાવવા માટે ખાસ સુચના આપેલ,
જે અનુસંધાને આજરોજ એચ એસ. ત્રિવેદી પોલીસ ઇન્સપેકટર ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. નાઓ તથા કે.એમ.ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી તથા એસ.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો. સ્ટે.ના કર્મચારીઓ તથા એસ.ઓ.જી તથા એલ.સી.બી પશ્ચિમ કચ્છના કર્મચારીઓ દ્રારા ભુજ શહેર વિસ્તારમાં શરીર સબંધી તથા મીલકત સબંધી ગુન્હાઓ અટકાવવા કોમ્બીંગ સર્ચ હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસો ગુનાહિત ઇતિહાસ ધરાવતા નૂરમામદ ઇબ્રાહિમ અજડીયા રહે. માલધારી નગર એરપોર્ટ રોડ સેવન સ્કાયની સામે ભુજ વાળાના કોડકી ચાર રસ્તાથી આગળ પ્રભુનગર પાસે આવેલ વાડામાં સર્ચ કરતા તેના તથા સહ આરોપી મોહિત પ્રદિપ માખીજા ના કબ્જામાંથી હથીયાર તથા નકલી સોનાના બિસ્કીટ તથા બિલ વગરના મોબાઇલ મળી આવેલ જે અંગે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧) નૂરમામદ ઇબ્રાહિમ અજડીયા ઉ.વ.૪૬ રહે.માલધારી નગર એરપોર્ટ રોડ સેવન સ્કાયની સામે ભુજ
(૨) મોહિત પ્રદિપ માખીજા ઉવ.૨૮ રહે. નુરમામદ અજડીયાના વાડામાં કોડકી ચાર રસ્તાથી આગળ પ્રભુનગર પાસે ભુજ
કબ્જે કરેલ હથીયાર-
(૧) નાના મોટા ધારીયા નંગ-૦૭
(૨) તલવાર નંગ-૦૧
(૩)કુહાડી નંગ-૦૧
(૪)લોખંડના પાઇપ નંગ-૦૩
(૫)મોટર સાઈકલના ચક્રમાંથી બનાવેલ લોખંડના હથિયાર નંગ-૦૨
કબ્જે કરેલ મુદામાલ-
(૧) ડુબ્લકેટ સોનાના નાના મોટા બિસ્કીટ નંગ-૧૨
(૨)બિલ વગરના મોબાઇલ નંગ-૨૩
આરોપીનો ગુનાહિત ઇતિહાસ-
(૧) ભુજ એ ડિવિઝન પો.સ્ટે. ગ.૨ નં૦૧૫૫/૨૦૧૫ આઇ.પી.સી. કલમ-૩૨૩,૩૨૪,૫૦૪,૧૧૪ જી.પી. એકટ કલમ ૧૩૫ મજબ
આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ>
ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી. એચ.એસ. ત્રિવેદી તથા કે.એમ.ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી તથા એસ.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પશ્ચિમ કચ્છનાઓના સુચના અને માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા એસ.ઓ.જી તથા એલ.સી.બી. પશ્ચિમ કચ્છના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા.