પૂર્વ-કચ્છ જીલ્લાના અંજાર તથા ભચાઉ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંયુક્ત રીતે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરી કોમ્બીંગની કામગીરી કરતી પુર્વ -કચ્છ, ગાંધીધામ જીલ્લા પોલીસ
મહે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય સાહેબ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓ દ્વારા ૧૦૦ કલાકમાં અસામાજીક તત્વોની થાદી તૈયાર કરી તેઓ વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અન્વયે મહે.પોલીસ મહા નિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ, કચ્છ-ભૂજ તથા મહે. પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ-કચ્છ, ગાંધીધામ નાઓ દ્વારા પૂર્વ-કચ્છ જીલ્લામાં શરીર સંબંધી, મિતલક સંબંધી ગુન્હાઓ તેમજ પ્રોહી- જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આપેલ હોય જે અનુસંધાને મહે. પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ નાઓની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ, અંજાર વિભાગ, અંજાર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ, ભચાઉ નાઓના વડપણ હેઠળ બન્ને ડીવીઝન વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવી સધન સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરી અસરકારક કોમ્બીંગનું આયોજન કરી નીચેની વિગતે કામગીરી કરવામાં આવેલ
આમ. કોમ્બીંગ દરમ્યાન કુલ્લે-૩૪૪ જેટલા ઇમસો ચેક કરી અલગ-અલગ હેડ તળે ગુન્હાઓ રજીસ્ટર કરવામાં આવ્યા. તેમજ વાહન ચેકીંગ દરમ્યાન રૂ.૩૩,૫૦૦/- નો સ્થળ દંડ તથા કુલ્લે-૨૯ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા.