ભુજના એક ગામની યુવાન પરિણીતાના ફોટા વાયરલ કરનાર નરાધમ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

copy image

ભુજના એક ગામની યુવાન પરિણીતાના ફોટા વાયરલ કરી દેવામાં આવતા આરોપી ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી ઈશમે ફરિયાદી સાથેના જે-તે સમયના જૂના ફોટા ફરિયાદીના પતિ, તેમના મિત્રો અને ફરિયાદીના ભાઈ તથા તેમના મિત્રો તેમજ સગા-સંબંધીઓને વોટ્સએપથી વાયરલ કરી દીધા હતા ઉપરાંત તેનો પીછો કરી બીભત્સ માગણી કરી હોવાનું ફરિયાદમાં દર્શાવવામાં આવેલ છે. આ મામલે પોલીસે આરોપી ઈશમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.