કેરા નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતના 26 દિવસે વધુ એક શખ્સે જીવ ગુમાવતાં મૃત્યાંક આઠ પર પહોંચ્યો

copy image

copy image

ભુજના કેરા નજીક થયેલા ગમખ્વાર અકસ્માતના 26 દિવસે વધુ એક શખ્સે જીવ ગુમાવતાં મૃત્યાંક આઠ પર પહોંચ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુન્દ્રામાં રહેતા 53 વર્ષીય તિલકસિંગ બંસીધરનું ગત દિવસે એટલે કે મંગળવારે મોત થયું છે.હતભાગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતા હતા. તે સમય દરમ્યાન ગત 21 ફ્રેબ્રુઆરીના કેરા નજીક ખાનગી બસનું ટ્રેઇલર સાથે અકસ્માત સર્જાયો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં આધેડ હોસ્પીટલમાં ગત 7 માર્ચ સુધી સારવાર હેઠળ હતા. 17 માર્ચના વધુ દુખાવો થતા હોસ્પીટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું.