ભુજના માનકુવા નજીક ટેન્કર લીમડાના ઝાડ સાથે અથડાતા ગંભીર ઇજાઓના પગલે ચાલકે જીવ ગુમાવ્યો

copy image

ભુજના માનકુવા નજીક ટેન્કર લીમડાના ઝાડ સાથે અથડાતા રાજસ્થાનના 30 વર્ષીય શંકરલાલ ઓમપ્રકાશ ચૌહાણ નામના ચાલકે જીવ ગુમાવ્યો હતો. આ બાનવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી ટેન્કર લઈને સામખીયાળીથી કોરીયાણી જઈ રહ્યો હતો તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. માનકુવા પાસે ટેન્કર લીમડાના ઝાડ સાથે ભટકાતા ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું.