ગાંધીધામમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર બે શખ્સો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

copy image

ગાંધીધામમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર બે શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના જવાહરનગરમાં કચ્છ પાર્કિંગ પ્લોટમાં દેશી પંજાબી ઢાબા ચલાવનારા ફરિયાદી રિષિસિંઘ સુમેરસિંઘ રાજપૂતની ઓળખ આદિપુરમાં રહી કડિયાકામ કરનાર શખ્સ સાથે થઇ હતી. બાદમાં ફરિયાદીને નાણાંની જરૂરિયાત હોવાથી ફરિયાદીએ પોતાના મિત્ર સાથે વાત કરી હતી. જેથી આ શખ્સે ફરિયાદીને ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં લઇ આવી અન્ય આરોપી ઈશમ પાસેથી રૂા. ચાર લાખ 10 ટકા વ્યાજે લઇ આપ્યા હતા.બાદમાં ફરિયાદીએ મહિને 40,000ના હપ્તા ભર્યા હતા. અને આ બંને શખ્સને રૂા. 3,50,000 આપી દીધા હતા. રૂા. 5,50,000 ચૂકવી દીધા હોવા છતાં આરોપી શખ્સો ફરિયાદીની કાર લઈ નાસી ગયા હતા. જેથી આ બંને શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.