ગાંધીધામના ટ્રાન્સપોર્ટરની ટ્રક લઈ ફરાર થઈ જનાર શખ્સ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

ગાંધીધામના ટ્રાન્સપોર્ટરની ટ્રક લઈ ફરાર થઈ જનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરી અંગે ગાંધીધામમાં પ્રિન્સ રોડ કેરિયર નામની ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવતા ભરત જખરા આહીર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ફરિયાદી પાસે જામનગરનો સિકંદરમિયા નૂરમહમદમિયા બુખારી નામનો શખ્સ ચાલક તરીકે નોકરી કરતો હતો. આ શખ્સ દિવાળીના દિવસોમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં માલ ખાલી કરવા ગયેલ હતો. જ્યાથી પરત ન આવતા તપાસ કરવામાં આવેલ હતી. બાદમાં પાર્કિંગમાં રહેલી 15 લાખની ટ્રક પણ ગાયબ હતી. વધુ તપાસ કરતાં આ શખ્સ ટ્રક લઈને ગયેલ હોવાનું સીસીટીવીના ફૂટેજમાં સામે આવ્યું હતું. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.