ભુજના હોસ્પિટલ રોડ પર યુવતીની છેડતી કરનાર નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

copy image

ભુજના હોસ્પિટલ રોડ પર યુવતીની છેડતી કરનાર આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજની રામકૃષ્ણ કોલોનીમાં રહેતા આરોપી શખ્સે યુવતીનો હાથ પકડી છેડતી કરી હતી તે સમયે વચ્ચે પડેલા શકિતસિંહને ગાળો આપવા સાથે તેમને તથા શિવા નામની વ્યક્તિઓને ધોકા વડે માર મારી ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ હતી. આ મામલે પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.