“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના એલ્યુમિનિયમના વાયરો સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે.પરમાર સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. પંકજકુમાર કુશવાહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ, શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા તથા પો.કોન્સ. જીવરાજ ગઢવી તથા જયદેવસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પંકજકુમાર કુશવાહ તથા જીવરાજ ગઢવીનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, વસીમ જુસબ કુંભાર રહે.અમનનગર, ભુજ વાળો તેના કબ્જાના ભોગવટાનો ભંગારનો વાળો જે લખુરાઇ ચાર રસ્તાથી અંજલીનગર જતા વચ્ચે આવેલ છે જેની અંદર તેની પાસે એલ્યુમિનિયમના વાયરો પડેલ છે જે તેને ચોરી કે છળકપટથી મેળવેલ છે અને સગેવગે કરવાની ફીરાકમા છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ભંગારના વાડામાંથી આશરે વજન ૩૭૦ કિલ્લો એલ્યુમિનિયમના વાયરો જોવામાં આવેલ જે બાબતે મજકુર ઇસમ પાસે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.

  • કબ્જે કરેલ મુદ્દામાલ

એલ્યુમિનિયમના વાયરો આશરે વજન ૩૭૦ કી.ગ્રા. કી.રૂા. ૩૭,૦૦૦/-

  • પકડાયેલ ઇસમ

વસીમ જુસબ કુંભાર ઉ.વ. ૨૫ રહે.અમનનગર ચાર રસ્તા, તબલીક મસ્જીદની બાજુમાં, ભુજ