મુંદ્રા ગોયરસમાં રસોઇ બનાવતી વેળાએ દાઝી ગયેલ યુવા પરિણીતાનું સારવાર દરમ્યાન મોત

susaid

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ ગોયરસમાં રસોઇ બનાવતી વેળાએ દાઝી ગયેલ યુવા પરિણીતાનું સારવાર દરમ્યાન મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 23-2ના ગોયર-સમામાં યુવાન પરિણીતા કાંતાબેન સથવારા પોતાના ઘરે ચુલા ઉપર રસોઇ બનાવી રહ્યા હતા તે સમયે કોઈ કારણોસર તેઓ દાઝી ગયા હતા. બનાવની જાણ થતાં આ પરીણીતાને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન મોત થયું છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.