ખીરસરા-નેત્રામાં 32 વર્ષીય શખ્સ પડી જતાં હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચતા મોત
copy image

નખત્રાણાના ખીરસરા-નેત્રામાં 32 વર્ષીય શખ્સ પડી જવાના કારણે માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 21-3ના રોજ નખત્રાણા ખાતે આવેલ ખીરસરા-નેત્રામાં રહેતા દિલીપભાઇ વાઘેલા રાત્રીના સમયે પોતાના ઘરેથી થોડા દૂર પાણીના ટાંકા નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક ચક્કર આવતા તેઓ પડી ગયા હતા. આ બનાવમાં હતભાગીને હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.