અમરેલીમાં ટ્રેક્ટર પલટી જતાં ચાલકનું મોત

copy image

copy image

અમરેલીમાં ટ્રેક્ટર પલટી જતાં તેના ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ધારી રોડ પર નવ ખીજડીયાના પાટિયા નજીક બન્યો હતો. અહી ટ્રેક્ટર પલટી મારી જતાં ટ્રેક્ટર ચાલકનું મોત નીપજ્યું હતું.  ધારી રોડ પર કારખાણેથી ટ્રેક્ટરમાં બ્લોક ભરી વાંકીયા તરફ જતાં ખીજડીયા પાસે આ ઘટના બની. સિમેન્ટના બ્લોક ભરેલા ટ્રેક્ટરમાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. આ બાનવમાં ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું હતું.