ગુજરાતભરમાં આગના બનાવ યથાવત : અમદાવાદમાથી વધુ એક આગનો બનાવ સામે આવ્યો

image-205

copy image

copy image

ગુજરાતભરમાં આગના બનાવ યથાવત રહેવા પામ્યા છે ત્યારે અમદાવાદમાથી વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદની વટવા GIDC ફેઝ-1માં આવેલી શ્યામ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આ આગનો બનાવ બન્યો હતો. અહી ફેક્ટરીમાં આગ બભૂકી ઉઠતાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે કયા કારણોસર અહી આગ લાગી હતી તે હજુ સુધી સામે આવ્યું નથી.