સુરત ખાનગી કોમ્પલેક્ષની હોટલમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠી

સુરત શહેરમાં જુદા જુદા સ્થળોએ NSG કમાન્ડોની મોકડ્રિલ ચાલી રહી છે. જેમાં અલથાણ ભીડરાડ રોડ પર આવેલ ખાનગી કોમ્પલેક્ષની હોટલમાં NSG કમાન્ડો રહ્યા હતા. જેમાં મોડી રાત્રીના સમયે પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે આ હોટલમાં આશરે 160 જેટલા NSG કમાન્ડો રોકાયા હતાં. બનાવની જાણ થતાં જ તુરંત ફાયરની 10 જેટલી ગાડીઓ બનાવ સ્થળે પહોંચી હતી. જ્યાં 10 લોકોનું ફાયરના જવાનોએ રેસ્ક્યું કરવામાં આવેલ હતું. અહી કયાં કારણોસર આગ લાગી હતી ત હજુ સુધી સામે આવ્યું નથી.