સામખીયારી પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ સામખીયારી પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલ૨ની કીયા કાર રજી.નં. જીજે-૧૨-એફસી-૫૬૯૭ વાળીમા રાજસ્થાનના બે ઇસમો રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરી સુરજબારી બાજુથી આવેલ છે અને તે ડીયા કારમાં પંચર પડતા કાર કટારીયા પુલ નીચેથી યુ ટર્ન મારી પુલ ઉતરતા આઈ.ઓ.સી. પેટ્રોલપંપ પાસે આવેલ હોટલના કમ્પાઉન્ડમાં પંચર કરાવવા માટે ઉભેલ છે. જેથી ઉપરોકત જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોકત હકીકત વાળી ડીયા કા૨માં બે ઇસમો નીચે જણાવ્યા મુજબના પ્રોહીબીશનના મુદ્દામાલ સાથે હાજર મળી આવતા પ્રોહીબીશનનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસ૨ની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે સામખીયારી પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ

(૧) પ્રકાશકુમાર ક્રિષ્નારામ બિશ્નોઈ ઉ.વ. ૨૬ ૨હે. રૂગાનીયા ડી ઢાણી, ઇટાદા થાના-જાબ તા.જી.સાંચોર (રાજસ્થાન)

(૨) દિનેશકુમાર હિરારામ બિશ્નોઈ ઉ.વ. ૩૨ ૨હે. ક૨વાડા થાના-કરડા, તા.રાનીવાડા જી.જાલોર (રાજસ્થાન)

હાજર ન મળી આવેલ આરોપીનું નામ

(૧) રાજુરામ કુંભારામ બિશ્નોઈ રહે. દેવડા થાના-જાબ,તા.જી.સાંચોર રાજસ્થાન

કબ્જે કરેલ મુદામાલની વિગત :-

મુદ્દામાલની વિગત

૧૮૦ એમ.એલ.ની વિદેશી દારૂની બોટલો : ७२,०००/-

૫૦૦ એમ.એલ.ના બીયરના ટીન : १,२४,७५०/-

કુલ પ્રોહી.મુદ્દામાલ : ૧,૯૬,૭૫૦/-

ડીયા કાર રજી.નં.જીજે-૧૨-એફસી-૫૬૯૭

८,००,०००/-

મોબાઈલ ફોન : 30000