સુરતમાં ફરી એક વખત દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો

copy image

copy image

  સુરતમાં ફરી એક વખત દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જી એક દંપતીને હડફેટમાં લીધા હતા. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બમરોલી રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. ગતિ મોડી રાતના સમયે એક બેફામ કાર ચાલકે બમરોલી રોડ પર અકસ્માત સર્જ્યો હતો. દારૂના નશામાં બેફામ બનેલા કાર ચાલકે બાઈક પર જઈ રહેલ દંપત્તી અને બાળકને અડફેટમાં લેતા દંપત્તી સહિત બાળક ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. તેમજ આ દરમ્યાન કેટલા રાહદારીઓએ અકસ્માત સર્જી ભાગી છૂટેલા કારચાલકને વેસુ વિસ્તારમાંથી પકડી પાડી પોલીસના હવાલે કરવામાં આવેલ છે. પોલીસે આ મામલે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.