સુરતમાંથી વધુ એક અકસ્માતનો બનાવ આવ્યો સામે

copy image

copy image

સુરતમાંથી વધુ એક અકસ્માતનો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં  કાર ચાલકે ગફલતભરી સ્થિતિમાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો છે. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉતરાણ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. અહી કાર ચાલકે ગફલતભરી સ્થિતિમાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. અહી રોડ પર આગળ મોપેડમાં જતી બે યુવતીઓને પાછળથી ટક્કર મારીને પછાડી દીધી હતી. મોપેડ પર સવાર યુવતીઓ શાંતિથી જઈ રહી હતી તે દરમ્યાન પુરપાટ આવતી કારે યુવતીઓના મોપેડને પાછળથી ટક્કર મારતા યુવતીઓ નીચે પટકાઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.