રાપરમાં એકલતાનો લાભ લઈ મહિલા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ વિરુદ્ધ

copy image

copy image

રાપરમાં એક મહિલા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપરના દૂધ ડેરી વિસ્તારમાં એક ઘરમાં ઘૂસી આવેલ ઈશમે મહિલાની એકલતાનો લાભ લઈ મહિલા પર બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો. ભોગ બનનાર મહિલાના પતિ કામ પર ગયેલ હતા તેમજ બાળકો ઘરમાં સૂતાં હતાં તેવામાં ભોગ બનનાર મહિલા કામ કરી રહ્યાં હતાં તે સમયે આરોપી શખ્સે મહિલાની એકલતાનો લાભ લઈ, તેને નીચે પાડી દઈ બળજબરીપૂર્વક તેના પર કુકર્મ આચર્યું હતું. તેમજ ભોગ બનનારના બાળકોને અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.