1.76 કરોડના ડ્રગ્સ સહિત ગાંજો, વાઘની ગોળીના મુદ્દામાલ 1100 ડિગ્રી તાપમાને બાળીને નાશ કરાયો

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કચ્છમાં 1.76 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો છે ઉપરાંત 302 કિલો ગાંજો, વાઘની ગોળી સહિતનો મુદ્દામાલ 1100 ડિગ્રી તાપમાને બાળી દેવામાં આવેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે, ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ કચ્છ-ગાંધીધામની ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન 11 અલગ-અલગ કેસમાં જપ્ત કરાયેલા કુલ 302 કિલો 766 ગ્રામ અને 14 મિલીગ્રામ એનડીપીએસ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે આ મુદ્દામાલમાં ગાંજો, વાઘની ગોળી અને પોસ્ટ ડોડા પાવડર જેવા નશીલા પદાર્થોનો સમાવેશ થાય છે. કુલ મળીને 1.76 કરોડની કિંમતના ડ્રગ્સનો કરાયો છે.