અંજારમાં 69 વર્ષીય વૃદ્ધે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

અંજાર ખાતે આવેલ રામકૃષ્ણ સોસાયટીમાં 69 વર્ષીય વૃદ્ધે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ તા. 4/4ના સવારના અરસામાં અંજારના રામકૃષ્ણ સોસાયટીમાં રહેનાર લીલાધર ટાંક નામના વૃદ્ધે જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી પોતાના ઘરે હાજર હતા તે સમયે કોઈ અકળ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. આ વૃદ્ધે કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ આદરી છે.