રામનવમીના પાવન અવસર કેરામાં ગૌશાળામાં ગાયોને ફળફ્રુટનું ભોજન અપાયું


આજે રામનવમીનો પાવન અવસર છે ત્યારે સૌ કોઈ શ્રીરામના નામમાં ઝૂમી ઉઠ્યા છે. આજે લોકો દાન-પુણ્ય કરી રહ્યા છે. રામનવમીના પાવન અવસરનું ખૂબ જ મહત્વ છે. ત્યારે ભુજ તાલુકાનાં કેરામાં રામનવમી નિમિત્તે ગૌશાળામાં ગાયોને ફળફ્રુટનું ભોજન આપવામાં આવેલ છે. આજના પવન અવસરે કેરા ગામમાં ગૌશાળામાં ગાયો માટે ફળફ્રુટ તેમજ શાકભાજીનું વિતરણ કરવામાં આવેલ છે. જેમાં મોટા પ્રમાણમાં ફળફ્રુટ તેમજ શાકભાજીના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે. ગાયોના અવાડામાં આ જથ્થાને રાખી અને ગાયોને આપવામાં આવેલ છે.