આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જીલ્લા પ્રમુખ તરીકે ડો. કાયનાત અંસારી આથાની નિમણૂંક


આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જીલ્લા પ્રમુખ તરીકે ડો. કાયનાત અંસારી આથાની નિમણૂંક કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઇ ગઢવી અને મહામંત્રી મનોજભાઇ સોરઠીયા તથા કાર્યકારી પ્રમુખ (કચ્છ-મોરબી ઝોન) કૈલાસદાન ગઢવી દ્વારા પુર્વ કચ્છ જીલ્લા પ્રમુખ તરીકે ડો. કાયનાત અંસારી આથાની નિમણૂંક કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ જીલ્લામાં પાર્ટીનો વ્યાપ વધારવા તેમજ સંગઠનને મજબુત બનાવવા માટે ડો. કાયનાત અંસારી આથા પર વિશ્વાસ મુકી તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે.