તેલંગાણામાં કચ્છી ઉદ્યોગકારની મિલમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં મોટું નુકશાન

copy image

સૂત્રો જણાવી રહ્યા છે મૂળ કચ્છ દેશલપર ભડલીના ખેતાભાઈ ધનજી ભાદાણી તેલંગાણાના નિઝામાબાદ ખાતે શંકર સો મિલ ધરાવે છે જેમાં ગત રાત્રે આગ ભભૂકી ઉઠી હતી.આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સો મિલની બાજુમાં સ્થાનિક લોકોની સો મિલ આવેલ છે. આગનો આ બનાવ સો મિલમાં બન્યો હતો. આગ લાગવાના થોડા જ સમયમાં જ્વાળાઓએ વિકરાળ રૂપ ધારણ કરતાં અમારાં કારખાનાંમાં આગ વિકરાળ બની હતી. બનાવની જના થતાં સ્થાનિક અગ્નિશામક દળના ચાર બંબાઓ લગાતાર પાણીનો મારો ચલાવતાં આગ પર કાબૂ મેળવવામાં આવેલ હતો. ત્યારે મોડી રાત્રે બે વાગે આગ ઉપર કાબૂ મેળવાયો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ લાખો રૂપિયાનું લાકડું બળી જતાં મોટી નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.