ધોરાજીમાં રામનવમી નિમિત્તે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી
ધોરાજીમાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાનું વહેલી સવારે ૭:૦૦ વાગ્યે ધોરાજીના રામ મંદિર ખાતેથી પ્રસ્થાન થયું હતું. આ શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓ રજુ કરવામાં આવી હતી. ભગવાન રામની આ શોભાયાત્રા ડી.જે સાથે ધોરાજીના મુખ્ય માર્ગો પર ભવ્ય રીતે ફરી હતી. વિશાળ સંખ્યામાં લોકો રસ્તાઓની બાજુમાં ઉભા રહીને ભગવાન રામની આ શોભાયાત્રાનું દૃશ્ય નિહાળતા અને શ્રદ્ધાપુર્વક ભગવાન રામના દર્શન કરતા જોવા મળ્યા હતા. “જય શ્રી રામના” ઘોષ સાથે ધોરાજીનું સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
રિપોર્ટેડ બાય :- રશમીનભાઈ ગાંધી, ધોરાજી