ઇન્ડસ્ટ્રીમાં ક્રિએટર્સ, લીડર્સ અને એન્ટરપ્રેન્યોરસની આગામી પેઢીને આકાર આપવા માટે સમર્પિત,વિવિધ અભ્યાસક્રમો માટે નોંધણી ખુલ્લી કરી

ઇન્ડસ્ટ્રીમાં ક્રિએટર્સ , લીડર્સ અને એન્ટરપ્રેન્યોરસની આગામી પેઢીને આકાર આપવા માટે સમર્પિત છે. તેની અત્યાધુનિક સુવિધાઓ સર્જનાત્મકતાને પ્રેરણા આપવા અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે. વિવિધ અભ્યાસક્રમો માટે નોંધણી ખુલ્લી કરી.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ (IICS) દ્વારા કર્ણાવતી યુનિવર્સિટી ખાતે આયોજિત ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટ ૨૦૨૫,જે NSDC એકેડેમી સાથે જોડાયેલી સંસ્થા છે અને મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ સ્કિલ્સ કાઉન્સિલ (MESC) દ્વારા સંચાલિત છે, NSDC દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે, તેમાં મીડિયા અને મનોરંજન જગતના વિચારશીલ નેતાઓ, ક્રિએટર્સ અને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટસનો પ્રેરણાદાયક સંગમ જોવા મળ્યો. આ સમિટમાં ભારતની ક્રિએટિવ ઈકોનોમીના ભવિષ્યને આગળ ધપાવવા માટે આર્ટિસ્ટ, શિક્ષકો, એન્ટરપ્રેન્યોરસ અને પોલિસી લીડર્સના ગતિશીલ મિશ્રણને એકત્ર કરવામાં આવ્યું હતું.
દિલ્હી ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ (IICS) દ્વારા આયોજિત દિલ્હી ક્રિએટર્સ સમિટ પછી યોજાયેલી આ સમિટમાં સેલિબ્રિટી ડાન્સ જજ અને કોરિયોગ્રાફર ડૉ.ટેરેન્સ લુઇસ, અભિનેત્રી અને કન્ટેન્ટ ક્રિએટર રીવા અરોરા, અભિનેત્રી રવિરા ભારદ્વાજ, અભિનેતા અંશ બાગરી, પ્રશંસનીય ફિલ્મ દિગ્દર્શક અનિરુદ્ધ રોય ચૌધરી, ઇન્ફ્યુલેન્સર અને એન્ટરપ્રેન્યોર મુસ્કાન અરોરા અને ફિલ્મ નિર્માતા અને MESC ગવર્નિંગ કાઉન્સિલ સભ્ય, કેતકી પંડિત જેવા પ્રખ્યાત નામો વચ્ચે ક્રિએટર ઇકોનોમી પર એક આકર્ષક પેનલ ચર્ચા યોજાઈ હતી. આ ઉપરાંત, ગુજરાતના પ્રખ્યાત ઇન્ફ્યુલેન્સર પણ હાજર રહ્યા હતા.
મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ સ્કિલ્સ કાઉન્સિલ (MESC) ના સીઈઓ ડૉ.મોહિત સોની પણ આ પેનલમાં હતા, અને તેમણે કન્ટેન્ટ ક્રિએશનના ઝડપથી વિકસતા ઇકોસિસ્ટમ, ડિજિટલ પ્લેટફોર્મની ભૂમિકા અને કલામાં કૌશલ્ય વિકાસની આવશ્યકતા વિશે વાત કરી.