આઇ.ટી.આઇ ગાંધીધામમાં ખાનગી ઉમેદવારો માટે પ્રવેશની તક
આઇ.ટી.આઇ ગાંધીધામમાં ખાલી બેઠકો પર પ્રવેશ મેળવવા ઇચ્છુક ખાનગી ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની છેલ્લી તા.૦૯/0૪/૨૦૨૫ છે. આ તારીખ સુધીમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક ખાનગી ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટ અને લાયકાતના પ્રમાણપત્રો સાથે કચેરી સમય દરમિયાન આઇ.ટી.આઇ. ગાંધીધામનો સંપર્ક કરવા ઔદ્યૌગિક તાલીમ સંસ્થા,ગાંધીધામની અખબાર યાદીમાં જણાવાયું છે.