રાપર નજીક ડમ્પરમાં પાછળથી ટ્રેઇલર ભટકાતાં ટક્કરની સાથે જ આગ ભભૂકી ઉઠી : ચાલકનું મોત
copy image

રાપર ખાતે આવેલ રહાડી પાટિયા અને ગાગોદર વચ્ચે ડમ્પરમાં પાછળથી ટ્રેઇલર ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજસ્થાનના બિકાનેરથી માટી ભરીને ફરિયાદી ભગવાનરામ દુર્ગારામ જાટ તથા તેના કાકાનો દીકરો કાલુરામ બે અલગ-અલગ ટ્રેઇલરો લઇને કંડલા પોર્ટ આવવા નીકળ્યા હતા. ત્યારે ગત તા. 5/4ના રાતના સમયે રહાડી પાટિયાથી ગાગોદર વચ્ચે ચામુંડા હોટેલ નજીક વળાંક પાસે આગળ જતાં ડમ્પરમાં ટ્રેઇલર ભટકાતાં આગ ભભૂકી ઉઠી હતી.વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે આ બનાવમાં ટ્રેઇલર ચાલક કાલુરામ રામલાલ જાટને ગંભીર પ્રકારનો ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે દાઝી ગયેલ ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.