ગાંધીધામના મીઠીરોહરની  ટ્રાન્સપોર્ટ પેઢી પાસેથી ગાડી ભાડે રાખી અને બાદમાં ભાડું ન ચૂકવી 18.95 લાખની છેતરપીંડી કરનાર અમદાવાદના બે શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

copy image

ગાંધીધામના મીઠીરોહરની  ટ્રાન્સપોર્ટ પેઢી પાસેથી 47 ગાડી ભાડે રાખી અને બાદમાં ભાડું ન ચૂકવી 18.95 લાખની છેતરપીંડી કરનાર અમદાવાદના આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના અપનાનગરમાં રહેતા હર્ષ સત્યપ્રકાશ ગુપ્તા નામનો યુવાન મીઠીરોહર અંબિકા ટ્રાન્સપોર્ટ નગરમાં ગુપ્તા એજન્સી નામની ટ્રાન્સપોર્ટ પેઢીમાં કમિશન એજન્ટ તરીકે કામ કરે છે. ગત તા. 2-11-2024ના  અમદાવાદ જી.આઇ.આર. લોજિસ્ટિક પ્રા. લિમિટેડમાંથી બ્રાન્ચ મેનેજરએ ફોન દ્વારા ગાડી મગાવવાની વાત કરેલ હતી. બાદમાં ફરિયાદીએ આ શખ્સનાં જણાવ્યા અનુસાર 47 ગાડી જુદી-જુદી જગ્યાએથી ભરાવી મોકલાવી આપી હતી. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ ગાડીઓનાં ભાડાં અંગે રૂા. 56,19,990 ફરિયાદીને આપી દેવામાં આવ્યા હતા તેમજ બાકી નીકળતા રૂા. 18,95,156  આપેલ ન હતા. ફરિયાદીએ આ રકમની વારંવાર માંગ કરી હોવા છતાં ચુકવણી કરવામાં આવેલ ન હતી. બાદમાં ફરિયાદી રૂબરૂ ગયેલ ત્યારે રૂા. 10 લાખનો ચેક આપ્યો હતો પરંતુ આ ચેક પરત ફર્યો હતો. બાદમાં વધુ તપાસ કરતાં અમદાવાદ જી.આઇ.આર. લોજિસ્ટિક પ્રા. લિમિટેડમાંથી બ્રાન્ચ મેનેજરએ તથા અન્ય એક શખ્સે    ફરિયાદીની 23 ગાડીનાં બિલ પોતાની કંપનીમાં દર્શાવ્યાં હતાં અને 24 ગાડીના અન્ય ટ્રાન્સપોર્ટનાં નામે બિલ દર્શાવી પોતાની કંપનીમાંથી તેનું ચૂકવણું પોતે મેળવી લીધું હતું. આ બંને શખ્સો વિરુદ્ધ ઠગાઈ અને ઉચાપત અંગે કંપની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી તેમજ ગાંધીધામના યુવાનના 18,95,156 ન મળતાં આ બંને વિરુદ્ધ છેતરપિંડીવિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરાતા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.