ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્શો ના દબાણ સામે પૂર્વ કચ્છ પોલીસ સુપર એકશન મોડમાં

image-87

અનેક ગુનાઓ માં સંડોવાયેલા આડેસર ના હરુન અયુબ હિંગોરજા ના અતિક્રમણ ને દૂર કરતી પૂર્વ કચ્છ પોલીસ.

આરોપીએ પોતાના આર્થીક ફાયદા સારૂ મોજે આડેસર તા.રાપરના ટ્રા.સર્વે નં.૭૭૧/પૈકીની સરકારી જમીનમાં એક ત્રણ માળનુ મકાન તથા તેની બાજુમાં બે માળનુ મકાન તથા પતરાના શેડ બનાવેલ જે કુલ- ૧૫૦૦૦ ચો.ફુટતથા સહારા હોટલનુ પાકુ બાંધકામ કુલ-૧૦,૦૦૦ ચો.ફુટ એમ કુલ-૨૫,૦૦૦/- ચો.ફુટમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે કબ્જો કરી પાકુ બાંધકામ કરેલ હતુ.