અંજાર પો.સ્ટે વિસ્તાર માંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બે બંદુક સાથે ચાર આરોપીને પકડી પાડતી લોકલ કાઈમ બ્રાન્ચ, પૂર્વ-કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં ગેરકાયદેસર આર્મ્સ હથિયારો શોધી ડાઢવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ અંજાર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હડીકત મળેલ કે સુલેમાન મમણ રહે. વરનોરા તા.ભુજ વાળો તેની સાથે બીજા માણસોને લઈ એક બ્લ્યુ કલરની કવીડ કારમાં હથિયાર લઇને વાડા ગામની સીમમાં શિકાર કરવા માટે આવી રહેલ છે. જેથી એલ.સી.બી ની ટીમ દ્વારા જરૂરી વર્ડ આઉટ કરી આ જગ્યાએ જઈ તપાસ ક૨તા નીચે જણાવેલ આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટની બે બંદુડ મળી આવતા ડાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે

પકડાયેલ આરોપીઓનાં નામ

(૧) સુલેમાન ઉર્ફે સલેમાન ઈબ્રાહીમ મમણ ઉ.વ. ૩૪ રહે. નાના વરનોરા તા.ભુજ

(૨) અસલમ જાડબ ધુસા ઉ.વ. ૨૨ રહે. વાડા તા.અંજાર

(3) મામદ આમદ ધુસા ઉ.વ. ૩૨ રહે. વાડા તા.અંજાર

(૪) અલ્તાબ નુરમામદ ધુસા ઉ.વ. ૨૮ ૨હે. વાડા તા.અંજાર

પકડવાના બાડી આરોપીનું નામ

(૧) ડાદર ઇસ્માઈલ મમણ રહે. નાના વરનોરા તા.ભુજ

ડબ્જે કરેલ મુદ્દામાલ

-દેશી હાથ બનાવટની બંદુક નંગ-૨ કિ.રૂ. ૧૦,૦૦૦/-

ખાલી ડાસ્તુસ નંગ-૩ કિ.રૂ. ૧૫૦/-

લોખંડના છરાનુ બોક્ષ કિ.રૂ. ૫૦/-

મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ. ૧૦૦૦૦/-

કવીડ કાર રજી.નં. જીજે-૧૨-ડીએસ-૫૮૬૭ કિ.રૂ. ૧,૫૦,૦૦૦/-

  • મો.સા. રજી.નં.જીજે-૩૯-ડી-૬૨૦૧ કિ.રૂ. ૭૫૦૦૦/-

કુલ કિ.રૂ. ૨,૪૫,૨૦૦/-

3:10 pm

દાખલ થયેલ ગુનાની વિગત

અંજાર પો.સ્ટે.ગુ.ર.નં.૦૪૧૧/૨૦૨૫ આર્મ્સ એક્ટ ૬.૨૫(૧-બી)એ,૨૭તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબ

આ ડામગીરી લોકલ ડાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.