જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નલીયા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ દારૂ તથા જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને વી.એમ.ઝાલા પોલીસ ઇન્સપેક્ટર નલીયા પો.સ્ટે. નાઓના માર્ગદર્શન હેઠળ નલીયા પોલીસ સ્ટાફના માણસો નલીયા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પો.કોન્સ ચેતનસિંહ હેમજી વાઘેલા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે નલીયા મફતનગર પ્રાથમિક શાળાના આગળના ભાગે રોડ ઉપર ખુલ્લી જગ્યામા અમુક ઇસમો રૂપિયાની હાર-જીતનો જુગાર રમી-રમાડે છે જે બાતમી હકીકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા ત્રણ ઇસમોને રૂપિયાની હાર-જીતનો જુગાર રમતા રોકડ રૂપિયા કિં.રૂ.૧૦,૨૭૦/- તથા મોબાઇલ નંગ-૦૩ કિં.રૂ.૧૪,૫૦૦/- ધાણી પાસા નંગ-૦૨ કિં.રૂ.૦૦/૦૦/- એમ કુલ્લે કિં.રૂ.૨૪,૭૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

પકડાયેલ આરોપીઓના નામ-સરનામા

(૧)સમીર ઓસમાણ ભજીર ઉ.વ.૨૧ રહે.મફતનગર નલીયા તા-અબડાસા

(૨)નિલેશ ખુશાલગીરી ગોસ્વામી ઉ.વ.૩૨ રહે.મફતનગર,નલીયા તા-અબડાસા

(૩)મજીદ મહેમુદ સાટી ઉ.વ.૨૪ રહે.મફતનગર,નલીયા તા-અબડાસા

પકડવાના બાકી આરોપીઓના નામ-સરનામા

(૧)અમન અબ્દુલગની મેમણ રહે.મફતનગર, નલીયા તા-અબડાસા

(૨)મોસીમ હુશેન પિંજારા રહે.મફતનગર, નલીયા તા-અબડાસા

કબ્જે કરેલ મુદ્દામાલ

(૧)રોકડ રૂપિયા-૧૦,૨૭૦/-

(૨)મોબાઇલ નંગ-૦૩ કિં.રૂ.૧૪,૫૦૦/-

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

આ કામગીરી વી.એમ.ઝાલા પોલીસ ઇન્સપેક્ટર નલીયા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ નલીયા પો.સ્ટે.ના એ.એસ.આઇ. લક્ષ્મણસિંહ બનેસંગ જાડેજા તથા પો.હેડ.કોન્સ મામધફારૂક જુસબ હિંગોરા તથા પો.કોન્સ ચેતનસિંહ હેમજી વાઘેલા તથા જીતેન્દ્રસિંહ ઉદયસિંહ ડોડીયા તથા એલ.આર.પો.કોન્સ જયેશકુમાર જગુભાઇ બાંભવા નાઓ દ્વારા કરવામાં આવેલ છે