સુરતમાંથી વધુ એક આગનો બનાવ આવ્યો સામે
copy image

સુરતમાંથી વધુ એક આગનો બનાવ સામે આવી રહ્યો છે, ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લંબે હનુમાન રોડ વિસ્તારમાં આવેલ સમર્પણ એપાર્ટમેન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ ટૂંક સમયમાં જ વિકરાળ બનતા આગળ ફેલાઈ ગઈ અને નીચે આવેલી દુકાન તથા એક રહેણાંક મકાનને પણ ચપેટમાં લીધા હતા. બનાવને પગલે સ્થાનિકોમાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગે તત્કાલ પ્રતિક્રિયા આપીને ચાર અલગ-અલગ ફાયર સ્ટેશનોમાંથી કુલ 8 ફાયર ફાઈટિંગ ગાડીઓને ઘટનાસ્થળે મોકલી હતી. ફાયર વિભાગની ટીમોએ ઘટના સ્થળ પર પહોંચી પાણીના મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.