ગાંધીધામમાંથી અજાણ્યા આધેડની લાશ મળી આવતા ચકચાર

copy image

copy image

ગાંધીધામમાં આવેલ નૂરી મસ્જિદ નજીકથી   40  થી 4પ વર્ષીય અજાણ્યા આધેડ લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામની નૂરી મસ્જિદ શ્રીજી ડીઝલની નજીક ગત દિવસે બપોરના અરસામાં યુવાનની લાશ મળી આવી હતી.  વધુમાં સૂત્રો જણાવી રહ્યા  છે કે હતભાગીનું મોત કુદરતી રીતે થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.