અંજારના પશુડા ગામમાં બે ભાઈઓ પર ત્રણ શખ્સોનો હુમલો

copy image

અંજાર ખાતે આવેલ પશુડા ગામમાં બે ભાઈઓ પર ત્રણ શખ્સોએ હુમલો કરી દીધો હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પશુડા શક્તિનગરમાં રહેનાર અને આ બનાવના ફરિયાદી પ્રવીણગિરિ રમેશગિરિ ગુંસાઇ તા. 13/4ના બપોરે જમી રહ્યા હતા, તે દરમ્યાન તેમની કારમાં તોડફોડનો અવાજ થતાં આ યુવાન બહાર નીકળ્યો હતો ત્યારે આરોપી ઈશમો કારમાં તોડફોડ કરી રહ્યા હતા. તેમને રોકવા જતાં આ શખ્સોએ ફરિયાદી ઉપર ધોકા વડે હુમલો કરી દીધો હતો. બાદમાં ફરિયાદીના માતા બહાર આવતાં તેમને ધક્કો આપી નીચે પાડી દીધા હતા. ઉપરાંત ફરિયાદિનો નાનો ભાઇ મેહુલ આવતાં તેના પર પણ ધોકા વડે હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.