JSW MG મોટર ઇન્ડિયાએ અમદાવાદમાં ભારતની સ્ટ્રીટ-સ્માર્ટ કાર – એમજી કૉમેટની બ્લેકસ્ટોર્મ આવૃત્તિનું અનાવરણ કર્યું

એમજી મોટર ઇન્ડિયાએ અદભૂત સ્ટાઇલ અને આકર્ષણની સાથે કૉમેટ બ્લેકસ્ટોર્મ ટૉપ વેરિયેન્ટ કાર છે, બેટરી-એઝ-એ-સર્વિસ પ્રાઇઝ (બીએએએસ કિંમત)ની સાથે આવે છે. સ્ટાઇલિશ અને ટેકનોલોજી પ્રેમી સિટી કમ્યુટરને શોધી રહેલા ગ્રાહકો હવે અમદાવાદમાં આવેલી એમજી ડીલરશિપની મુલાકાત લઈને ફક્ત ₹11,000/-ની ચૂકવણી કરીને નવી એમજી કૉમેટ બ્લેકસ્ટોર્મને બૂક કરાવી શકે છે.
તેના ‘સ્ટારી બ્લેક’ એક્સટીરિયર્સને કારણે કૉમેટ બ્લેકસ્ટોર્મ સોફિસ્ટિકેશન અને સ્ટાઇલનું પ્રતીક બની રહે છે, જે આ કારના એકંદર આકર્ષણને વધારી દે છે. કૉમેટ ઇવીની નેમપ્લેટને ડાર્ક ક્રોમમાં ઉત્કીર્ણ કરવામાં આવી છે.
રિપોર્ટ બાય : અશ્વિન લીંબાચીયા, અમદાવાદ