દુધઈ પોલીસ મથકમાં 14 વર્ષીય કિશોરીના અપહરણ સાથે તેના પર બળાત્કાર ગુજરાવાના કેસમાં આરોપી નિર્દોષ જાહેર
અંજાર ખાતે આવેલ દુધઈ પોલીસ મથકમાં નોંધાયેલ 14 વર્ષીય કિશોરીના અપહરણ સાથે તેના પર બળાત્કાર ગુજરાવાના કેસમાં આરોપી શખ્સને નિર્દોષ જાહેર કરી દેવાયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર ખાતે આવેલ દુધઈ પોલીસ મથકમાં 14 વર્ષીય કિશોરીના અપહરણ સાથે તેના પર બળાત્કાર ગુજરાવા મામલે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો હતો.