સરકારી આઈ.ટી.આઈ. – અંજાર ખાતે ખાનગી ઉમેદવારો માટે પ્રવેશ બાબત

અંજાર ખાતે કાર્યરત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૬ના તાલીમી સત્ર માટે ખાનગી ઉમેદવારોને
પ્રવેશ આપવાની જાહેરાત કરાઈ છે. જે યુવાનો પોતાની કુશળતાને વ્યવાસાયિક ઓળખ આપવા માંગે છે, તેમના માટે આ ઉત્તમ
તક છે. આઈ.ટી.આઈ. અંજાર દ્વારા બહાર પાડવામાં આવેલી સતાવાર યાદી મુજબ, ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ મેળવવા
ઈચ્છતા ખાનગી ઉમેદવારો આગામી ૨૦મી માર્ચ સુધીમાં જરૂરી દસ્તાવેજો સાથે સંસ્થાનો સંપર્ક કરી શકે છે. આ પ્રવેશ પ્રક્રિયા
અંતર્ગત ફીટર, કોપા, સુઈંગ ટેકનોલોજી અને વેલ્ડર જેવા કુલ ૪ ટ્રેડનો સમાવેશ કરાયો છે. નિયમો મુજબ જે ઉમેદવારોએ
અગાઉ આઈ.ટી.આઈ. અથવા સી.ઓ.ઈ. પાસ કર્યું હોય તેમણે સબંધિત ટ્રેડમાં એક વર્ષનો અનુભવ મેળવેલો હોવો જોઈએ.
જયારે અન્ય ઉમેદવારો માટે લઘુતમ વર્ષની ઉમર અને જે-તે વ્યવસાયમાં ૩ વર્ષનો કાર્ય અનુભવ અનિવાર્ય રખાયો છે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૦/૦૩/૨૦૨૬ છે.