રાપરમાં આરોપીને પકડવા ગયેલ પોલીસ સાથે ઝપાઝપી કરવાના કેસમાં દસ વિરુદ્ધ ફરિયાદ

copy image

સૂત્રો જણાવી રહ્યા છે રાપરમાં આરોપીને પકડવા ગયેલ પોલીસ સાથે ઝપાઝપી કરવાના કેસમાં દસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપરના આરોગ્ય કેન્દ્રની સામે રહેનારા હરેશ નામેરી રાઠોડ વિરુદ્ધ વર્ષ 2024માં રાયોટિંગ, મારામારી સહિતની કલમો તળે ગુનો દર્જ થયેલ છે. તે તેના ઘરે હાજર હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ કાફલો આ શખ્સના ઘરે પહોંચ્યો હતો. તે દરમ્યાન ત્યાં હજાર અન્ય આરોપી ઈશમોએ પોલીસને ગાળો આપી હતી અને પોલીસને બહાર કાઢવા ધક્કામુક્કી કરી હતી. બંધ દરવાજો ખોલવાની કોશિશ કરાતાં પરિવારજનો વચ્ચે આવી ગયેલ હતા.આની વચ્ચે આરોપીએ નાશવાની કોશિસ કરતાં તેનો પીછો કરવા ઘરમાં જવાની કોશિશ કરાતાં પી.એસ.આઇ.નું કોલર પકડી ધક્કો દઇ પાડી દેવાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ ધક્કામુક્કી અને ઝપાઝપી દરમ્યાન એક મહિલા કર્મચારીને પણ ધક્કો આપી નીકળી જવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલમાં પોલીસે કુલ દસ લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.